નસવાડીમાં 80 વર્ષના વૃદ્ધે 43 ડિગ્રી ગરમીમાં વોટ આપવા 14 કિ.મી. પગપાળા ચાલ્યા

DivyaBhaskar 2019-04-24

Views 1.8K

ઈલેક્શન ડેસ્કઃ લોકશાહીના ધબકાર સમાન ચૂંટણીમાં જે લોકો મતદાન કરવામાં આળસ કરે છે તેમના માટે નસવાડીના 80 વર્ષીય પાડવી ભીલ ઉદાહરણરૂપ છે મંગળવારે 43 ડિગ્રી ગરમીમાં તેઓ મતદાન કરવા માટે 14 કિલોમીટર ચાલ્યા હતા મત આપવા માટે વાહન તો ઠીક પગરખા સુદ્ધા નહીં હોવા છતાં તેમણે આકરા તડકામાં પગપાળા ચાલીને મત આપવા ગયા હતા જોવા જેવી વાત એ છે કે કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ મળ્યો નથી છતાં મતદાન કરવા માટે તેઓ જરા પણ નાસીપાસ થયા નહોતા

Share This Video


Download

  
Report form