અક્ષયકુમારે ઈન્યરવ્યૂમાં પીએમ મોદીના અંગત જીવનના અનેક પાસા ઉજાગર કર્યા હતા જેમાં મોદીએ પોતાની ફેશન સ્ટેટમેન્ટ વિશે જવાબ આપ્યો હતો મોદી બોલ્યા કે, ‘પહેલાં નાની બેગમાં કપડાં રાખીને ટ્રાવેલીંગ કરતો હતો બેગમાં જગ્યા બચાવવા માટે કુર્તાની લાંબી બાંય જાતે કાપી નાંખી , જે પાછળથી ફેશન બની ગઈ વ્યવસ્થિત રીતે રહેવું એ મારી પ્રકૃતિ છે પહેલાં ઘરમાં ઈસ્ત્રી ન હતી તો, લોટામાં કોલસા ભરીને ઈસ્ત્રી કરતો હતો’