રાજકારણના એક ખેલાડીએ બોલીવુડના ખેલાડી સાથે ઘણી જ હળવી શૈલીમાં વાતચીત કરી, પોતાના ઘણાં પાસાઓ ઉજાગર કર્યાઅક્ષયકુમારે પીએમ મોદીને ઈન્ટરવ્યૂ દરમ્યાન પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘બાળપણમાં કઈ રમત વધુ રમતા હતા?’ જવાબમાં મોદીએ બાળપણમાં સંઘની શાખામાં રમાતી રમતોનો ઉલ્લેખ કરીને બાળપણનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયા હતા મોદીએ કહ્યું કે, ‘બાળપણની રમતમાંથી એકબીજાના ગુણ જોવાના, અનુકૂળ થવાના, લિડરશીપ, પોતાની ટીમમાં રહેલા માણસો સાથે કઈ રીતે કામ લેવુંવગેરે ગુણો શીખવા મળ્યાં છે’ આમ, PMએ સમૂહમાં રમાતી રમતો રમવા પર વિશેષ ભાર મુક્યો હતો
રિટાયરમેન્ટના સવાલ વિશે જવાબ આપતા વડાપ્રધાને એક કિસ્સો સંભળાવ્યો હતો તેમણે કહ્યું કે, એકવાર અમારા ઈનર સર્કલની એક મીટિંગ હતી અટલજી, અડવાણીજી, રાજમાતા સિંધિયાજી,પ્રમોદ મહાજનહતા તેમાં સૌથી નાની ઉંમરનો હું હતો તેમાં એવી જ વાત શરૂ થઈ હતી કે રિટાયરમેન્ટ પછી શું કરીશું મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે, મારા માટે તો આ બહુ મુશ્કેલ છે મને જે જવાબદારી મળી છે હું તો તે જ કરતો રહીશ તેથી મારા મનમાં કદી મારા રિટાયરમેન્ટનો વિચાર આવ્યો જ નથી મને લાગે છે કે, આ કારણથી મને વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવામાં ખૂબ સહાયતા મળશે તેમણે કહ્યું કે, મારા જીવનના પળે-પળ અને શરીરનો કણે-કણે કોઈ મિશનમાં જ લાગેલો રહેશે મારી પાસે આ સિવાય કોઈ આવડત પણ નથી