વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી બીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું આ દરમિયાન એનડીએના સાત સહયોગી પક્ષના પ્રમુખ નેતાઓ પણ હાજર રહ્યાં આ પહેલાં વડાપ્રધાને બૂથ અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓને સંબોધિત કર્યા હતા સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દીવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે ત્યારપછી મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અનેકાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા પછી કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અહીં એનડીએના દિગ્ગજ નેતાઓ તેમની સાથે રહ્યા હતા