જીજ્ઞેશ કોટેચા, ચેતન પુરોહિત, જીતુ પંડ્યા, આશિષ મોદી, અમદાવાદઃ આજે ગુજરાતનો 60મોં સ્થાપના દિવસ છે દેશમાં ગાંધીના ગુજરાત તરીકે જાણીતા ગુજરાતમાં સ્થાપના સાથે જ દારૂબંધીનો ચૂસ્ત અમલ શરૂ થયો હતો આ દારૂબંધીને પગલે જ ગુજરાતની શાંતિ, સમૃદ્ધિ અને સલામતી જળવાઈ રહી છે આ દારૂબંધીને કારણે જ આજે પણ રાજ્યની મહિલાઓ રાતના 2 વાગ્યે પણ સુરક્ષિત રીતે હરી ફરી શકે છે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં છેલ્લા 59 વર્ષથી દારૂબંધી છે ગુજરાત સ્થાપના દિવસે DivyaBhaskar વાચકોને દારૂના 65 વર્ષ જુના ઈતિહાસ અંગે જણાવી રહ્યું છે
1960 પહેલા ગુજરાત જ્યારે બોમ્બે સ્ટેટનો હિસ્સો હતું ત્યારે 1947થી 1960 વચ્ચેના ગાળામાં ગુજરાતમાં દારૂ માત્ર વેચાતો જ નહીં પણ તેની ફેક્ટરીઓ પણ ધમધમતી અને રાજકોટ, વડોદરા અને સુરતમાં વાઈનશોપ પણ ચાલતી હતીગુજરાતની પહેલી વાઇન શોપ રાજકોટમાં લગભગ 1954માં શરૂ થઇ હતી તે સમયે આનાના ભાવમાં દારૂ મળતો હતો જેના આજે પણ પુરાવા મળી રહે છે