વડોદરા: છેલ્લા 4 માસથી શહેરના 6 લાખ લોકોને દુષિત પાણી પીવડાવી આરોગ્ય સાથે ચેડા કરનાર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું
વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, છેલ્લા 4 માસથી શહેરીજનોને કોર્પોરેશન દ્વારા દુષિત પાણી પીવડાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કર્યાં છે શહેરીજનો અને કાઉન્સિલરો દ્વારા અનેક વખત દુષિત પાણી અને પીળાશ પડતા પાણીની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર 10 ટાંકીઓની સફાઇ કરવામાં આવી હતી અને સમય અને નાણાંનો દુરઉપયોગ કર્યો હતો હકીકતમાં નિમેટા ખાતેના 3 નંબરના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમયસર સફાઇ ન કરવાના કારણે લોકોને દુષિત પાણી પીવાનો વખત આવ્યો છે