એક 32 વર્ષનો સૈનિક જ્વાળામુખીનો નજારો જોવાના ચક્કરમાં 70 ફૂટ નીચે જઈ પડ્યો, આ મામલો હવાઈના કિલોઇઆ વોલ્કેનોનો છે તેને રેસ્ક્યૂ કરનારા અધિકારીનું કહેવુ છે કે આ વ્યક્તિ વધુ સુંદર નજારો જોવાના ચક્કરમાં રેલિંગ પર ચડી ગયો હતો જેના લીધે આ દુર્ઘટના ઘટી, સૈનિક બહુ ખરાબ રીતે જખ્મી થયો હતો સૈનિકનું નામ સામે આવ્યુ નથી, પરંતુ તે ઓહુના સ્કોફીલ્ડ બરાક્સનો રહેવાસી છે તે હવાઈ આઇલેન્ડ પર સ્ટડી માટે આવ્યો હતો જોકે સમયસર આ જવાનને રેસ્ક્યૂ કરી લેવાયો હતો નહીં તો તે 300 ફૂટ ઉંડે જઈ પડત એક કિનારા સાથે અથડાવાથી તે 70 ફૂટ અટકી ગયો હતો આ જ્વાળામુખીમાં હાલ બ્લાસ્ટ થતા નથી પરંતુ કિલોઇઆ વોલ્કેનો એક સક્રિય જ્વાળામુખી છે જેણે એક વર્ષ પહેલા 700 ઘરને તબાહ કર્યા હતા