જામનગર: આજે સીબીએસસી ધો10નું પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતમાં જામનગરના આર્યન જાએ ટોપ 15માં સ્થાન મેળવ્યું છે આર્યન જાએ 499 માર્ક મેળવી ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આર્યનના પિતા ન્યારા ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યા છે આર્યનનો પરિવાર મૂળ અજમેરનો હોવાનું જાણવા મળ્યું છે નંદ વિદ્યાનિકેતન સ્કૂલનો વિદ્યાર્થી: આર્યન જામનગરની નંદ વિદ્યાનિકેતન સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે