પ્રેમીને પામવા મહિલાએ બીજી મહિલાની હત્યા કરાવી પોતાની હત્યાનું નાટક ર્ક્યુ

DivyaBhaskar 2019-05-08

Views 3.1K

વડનગર: કરબટિયા ગામની મહિલાએ પ્રેમીને પામવા પ્રેમી સાથે મળી પીંપળદર ગામની મહિલાની હત્યા કર્યા બાદ પોતાનાં કપડાં, ઘરેણાં, પગરખાં પહેરાવી લાશ રોડ પર ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે પહેલેથી જ શંકાના ઘેરામાં રહેલી ગુમ મહિલા વડનગર સિવિલમાં સારવાર માટે પહોંચતાં જ પોલીસે પકડી હાથ ધરેલી ઉલટ તપાસમાં તેણીએ હત્યાની કબુલાત કરી લીધી હતી જેને પગલે પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે ફિલ્મી કહાની જેવી આ ઘટનાની વિગત મુજબ, વડનગર તાલુકાના કરબટીયા નજીકથી ગત 28 એપ્રિલે સાંજે મોઢું છુંદાયેલી મહિલાની લાશ મળી હતી વાહનની ટક્કરે મહિલાનું મોત થયાનો ગુનો નોંધનાર વડનગર પોલીસે શંકાના આધારે પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું જ્યારે લાશ પાસેથી મળેલા પાકીટમાંથી કરબટિયા ગામની મનિષા ગોવિંદજી રાજપુતના નામનું આધારકાર્ડ નીકળતાં પોલીસે તેના પતિ અને પુત્રને ઓળખ માટે બોલાવ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS