દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામમાં અંદાજે 4000 લોકોની વસ્તી છે તેમાંથી એક મહિનામાં લગભગ 2000 લોકો બીમાર પડ્યા છે દરરોજ ગામમાંથી સરેરાશ 60થી 70 નવા લોકો આ રોગનો ભોગ બને છે લોકોને તાવ આવે, માથું દુખે, ઉલ્ટી થાય, શરીરના બધા સાંધા પકડાઈ જાય આમ ચિકનગુનિયા ના લક્ષણો દેખાય છે સરકારે બીએચએમએસ, બીએએમએસ કક્ષાના એક ડોકટર અને હેલ્થવોરકર મોકલી સંતોષ માની લીધો હતો એક મહિનામાં રોજ વધતા દર્દીઓ બાબતે ગંભીરતા લેવાના બદલે લાપરવાહ તંત્ર ગામ પર ઠીકરું ફોડી રહ્યું હતું કે, ગામમાં સફાઈ નથી, પાણીના સંગ્રહસ્થાનો સાફ નથી વગેરે પણ આવો ગંભીર પ્રકારનો રોગ ક્યા કારણથી ફેલાયો, આ કયો રોગ છે, એને ડામવા માટેના ઉપાયો શું આ બાબતે એક મહીનાથી તંત્ર મુક બધિર થઈ ગયું છે