વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હરિયાણાના રોહતકમાં ચૂંટણી સભા સંબોધી હતી તેમણે સામ પિત્રોડાના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા મોદીએ કહ્યું હતું કે, 3 શબ્દોમાં કોંગ્રેસનું અભિમાન સમજી શકાય છે તેમના માટે જીવનનું કોઈ મુલ્ય નથી ગુરુવારે પિત્રોડાએ કહ્યું હતું કે, 1984માં રમખાણો થયા તો થયા મોદી આજે હિમાચલ પ્રદેશના મંડી અને પંજાબના હોશિયારપુરમાં પણ સભા સંબોધવાના છે
કોંગ્રેસ ગરીબોની મલાઈ ખાતા રહ્યાં:મોદીએ કહ્યું કે, "તમારે કોંગ્રેસ અને તેમના સાથીઓથી સાવધાન રહેવાની જરૂર છે કોંગ્રેસે 70 વર્ષ સુધી કઈ રીતે દેશ ચલાવ્યો છે તેમના મગજ અને ખોપડીમાં શું ભર્યુ છે, તે માત્ર ત્રણ શબ્દોમાં જ દર્શાવી દીધું છે ભ્રષ્ટાચાર અને કાળું ધન મુખ્યધારા બની ગી અને કોંગ્રેસ ગરીબોની મલાઈ ખાતા રહ્યાં દેશમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનારી કોંગ્રેસ કેટલી સંવેદનહીન છે, તે ત્રણ શબ્દોમાં સમજી શકાય છે તે શબ્દ છે- થયું તે થયું કોંગ્રેસનું અભિમાન આ ત્રણ શબ્દોથી જ સમજી શકાય છે ગઈકાલે તેમના એક નેતાએ કહ્યું કે 1984માં રમખાણ થયા તો થયા આ નેતા ગાંધી પરિવારના સૌથી નજીકના છે"