વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ભોજનના છ રસ અંગેનો ખૂબ જ ઉપયોગી થાય એવોવીડિયો શેર કર્યો છે ખેતસીભાઈનું કહેવું છે કે, આજે ટ્રેન્ડ સાવ બદલાઈ ગયો છે યંગસ્ટર્સનો ફાસ્ટફૂડ પ્રત્યેનો ઝૂકાવ સતત વધી રહ્યો છે એવાસમયે છ રસનું બેલેન્સ ન રહતાં વારંવાર નાની-મોટી બીમારીઓ થયા કરે છે આમાંથી બચવા માટે ખેતસીભાઈ એક સરસ પ્રયોગ સમજાવે છેતેઓ કહે છે કે, રોજ રાત્રે સૂતી વખતે રાઈના તેલના 5-10 ટીપાં દૂંટીમાં નાખવા જોઈએ સાથે જ હથેળીમાં તેલ લઈ બન્ને પગના તળિયામાંહળવેથી ઘસવું જોઈએ આમ કરવાથી શરીરને જરૂરી તમામ છ રસ સમાંતર થઈ જશે શરીરની અંદરના ખરાબ બેક્ટેરિયા સાફ થવાથી શરીરમાંતાજગી આવશે અને રોગથી દૂર રહેશે