ખાંભા:ગોરાણામાં એક સિંહ બિમાર હાલતમાં કેળના ખેતરમાં ચાર દિવસથી એક જ સ્થળે બેઠો છે ખેડૂતે આ અંગે વનતંત્રને જાણ કરીપરંતુ કોઇ ડોકાયુ પણ નથી ઉલટુ ખેડૂતને ઉધ્ધત જવાબ આપવામા આવ્યો હતો કોઇ સિંહ બિમાર હોય તો તેની તાબડતોબ સારવાર થવી જોઇએ સરકાર આ માટે મસમોટો ખર્ચ કરી રહી છે અને વ્યવસ્થા તંત્ર પણ છે બસ માત્ર તંત્રના માણસોમા દાનતની જરૂર છે