19મેએ અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાંની સાથે સાંજે 6 વાગે ટીવી ચેનલો પર એગ્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જશે ત્યારે લોકોના મનમાંએક જ સવાલ થતો હોય છે આ એગ્ઝિટ પોલ શું છે અને તેમાં બતાવવામાં આવતા આંકડા કઈ રીતે નક્કી કરવામાં આવે છે આ સમજતા પહેલાંચૂંટણી સરવેના ગણિતને સમજવું પડે કેમ કે એગ્ઝિટ પોલ પણ આ પ્રક્રિયામાંથી જ પસાર થાય છે તો જાણી લો કે શું છે એગ્ઝિટ પોલ અને તેના વિશેની અન્ય વિગતો આ વીડિયોમાં