અમેરિકાના ઓહ્યોમાં સર્જાયેલી એક હૃદયસ્પર્શી ઘટનાની વિગતો એક વ્યક્તિએ તેના ફેસબુક પેજ પર શેર કરતાં જ તે વાઈરલ થઈ હતી7/11 સ્ટોરના માલિક જય સિંહે ચોર સાથે જે રીતે વર્તન કર્યું હતું તે જોઈને દુનિયાએ તેમની દાતારીને વધાવી હતી ભારતીય સ્ટોર માલિકને તેમના સ્ટાફના યુવકે કહ્યું હતું કે કોઈ યુવક આપણો સામાન ચોરી કરી રહ્યો છે સીસીટીવીમાં ચોરીની ઘટના જોયા બાદ તરત જ તેમણે આ યુવક પાસેથી બધો જ સામાન બહાર મૂકાવ્યો હતો આ દરમ્યાન તેમના મિત્રએ પણ આ ચોરીની પોલીસને પણ જાણ કરવાની તજવીજ પણ હાથ ધરી દીધી હતી જય સિંહે તેને ચોરી કરવાનું કારણ પૂછ્યું તો જવાબ સાંભળીને તેમની આંખો ભીની થઈ ગઈ હતી યુવકે કહ્યું હતું કે તેને ભૂખ્યો છે સાથે જ તેનો નાનો ભાઈ પણ ભૂખ્યો હોવાથી તે ચોરી કરતો હતો બસ પછી આ ભારતીયે પોલીસને જાણ કરવાનો વિચાર પડતો મૂકીને તે યુવકને ખાવાનું પેક કરાવી આપે છે તે જાણતા હતા કે જો આ યુવક એકવાર પોલીસના ચોપડે ચોર તરીકે ચિતરાઈ જશે તો ક્યારેય તેને નોકરી નહીં મળે જો કે જય સિંહને જાણ નહોતી કે તેમની આવી દાતારી દુનિયાની સમક્ષ આવશે કેમ કે ત્યાં હાજર એક ગ્રાહકે જ આખી ઘટના શેર કરી હતી બાદમાં અમેરિકન મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જય સિંહે જણાવ્યું હતું કે મેં કંઈ જ નવું નથી કર્યું, વાસ્તવમાં આ અમારી ભારતીય સંસ્કૃતિ છે જેમાં જો તમે ભૂખ્યાને ભોજન આપો તો ભગવાન પણ તમારાથી ખુશ રહે છે