લાખણી: બનાસકાંઠાના લાખણી તાલુકાના નાના કાપરા ગામ ખાતે રઘુનાથ પુરી આશ્રમ ખાતે બે દિવસીય ભંડાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે કચ્છી કોયલ ગીતા રબારીના લોક ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતુ ધાર્મિક કાર્યક્રમને લઈ રઘુનાથપુરી બાપુના શિષ્યો સેવકોમાં અદમ્ય ઉત્સાહ સાથે સેવકગણ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી