અમદાવાદ: ઓઢવમાં આજે વહેલી સવારે પરિણિતાએ ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે પારિવારિક ઝઘડા અને માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઓઢવની શ્રેયા રેસિડેન્સીમાં રહેતા અનિતાબહેન વર્મા નામની પરિણિતા પોતાના ત્રણ બાળકો સાથે રહેતી હતા તેમના પતિ વાપીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે આજે સવારે અનિતાબહેને પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે