હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે બૉલિવૂડ એક્ટ્રેસ અને ચંદીગઢના સાંસદ કિરણ ખેરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે ચંદીગઢમાં મત આપવા જતી વખતે કિરણ ખેર પતિ અનુપમ ખેર સાથે વૉટિંગ બૂથ જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં એક ખાડો આવતા તેમનું સંતુલન ખોરવાયુ અને તેઓ સ્લિપ થઈ ગયા હતા જે બાદ મીડિયાકર્મીઓ તેનો વીડિયો બનાવવા લાગ્યા હતા પરંતુ કિરણ ખેર ઉભા થતાંની સાથે જ રેકોર્ડિંગ બંધ કરવા જણાવ્યું હતુ