ચીનના હેનાન પ્રાંતમાં એક માસૂમ બોરવેલમાં પડી ગઈ હતી જો કે આ બોરવેલ એટલી સાંકળી હતી કે તેમાં ફાયર ફાઈટર્સના રેસ્ક્યુઅર્સ પણ જઈ શકે તેમ નહોતા નીચે બચવા માટે આક્રંદ કરતી માસૂમનો અવાજ સાંભળીને તેની માતા જ મેદાને પડી હતી ફાયરમેને તેને ઉપર ખેંચવા માટે નાખેલા દોરડાને કઈ રીતે પકડવું તે સમજાવાની સાથે જ સતત સહેજ પણ નહીં ડરવા માટે હિંમત આપતી રહી હતી સદનસીબે માતાએ આપેલી હિંમત અને શબ્દો સાંભળીને ચાર વર્ષની બાળકીએ તેનું બરાબર પાલન પણ કર્યું હતું જેવું તેણે દોરડાને બરાબર પકડ્યું કે તરત જ તેને 10 ફૂટ ઉંડા બોરવેલમાંથી ખેંચી લીધી હતી માસૂમને બચાવવા માટે માતાએ તેને આપેલી હિંમત અને સૂઝબૂઝના સોશિયલ મીડિયામાં પણ વખાણ થાય છે