ગાંધીનગર: દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે મોદીએ એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યુનું ફુલો થી અભિવાદન કર્યું હતું ત્યારબાદ મોદી સીધા જ સભા સ્થળ પર ખાનપુર જે પી ચોક પહોંચ્યા છે જે પી ચોક ખાતે બેસવાની પણ જગ્યા નથી જેને પગલે જીતેલા સાંસદોને પણ બેસવા માટે જગ્યા નથી જેને પગલે મંત્રીઓ, સાંસદો અને નેતાઓને બેસવાની જગ્યા ન મળતાં છેવટે ખુરશીઓ મંગાવીને બેસાડવા પડ્યા હતા