24 પરગણા ખાતે એક ઘટનામાં મમતાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો મમતાના કાફલા સામે સ્થાનિકોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યાં હતા મમતાએ ગાડીની બહાર નીકળીને લોકોને ટપાર્યા હતા મમતા બેનર્જીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, ‘આ બંગાળના લોકો નથી પરંતુ ભાજપે બહારથી મોકલેલા ગુંડાઓ છે’ ગાડીમાં બેસતી વખતે મમતાએ ‘જય શ્રી રામ’ બોલનાર સામે એક્શન લેવાની ધમકી પણ આપી હતી