રાજકોટ:મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે ફાયર બોલનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આગ બુઝાવવાની કામગીરી મોટે ભાગે પાણીનો છંટકાવ કરીને થતી હોવાનું સૌ જાણે છે જોકે વગર પાણીએ આગ ઓલવવા માટે આ ફાયર બોલ ઉપયોગી થઇ શકે છે મ્યુનિ કમિશનર બંછાનિધિ પાની તેમજ નાગરિકોની ઉપસ્થિતિમાં આજે મુંબઈની કંપની 'અમર ઇમ્પેક્સ એલએલપી'ના ડાયરેક્ટર પંકજ ભાયાણી અને હરેશભાઈ અંબાવી દ્વારા મહાનગરપાલિકાની કચેરીના કમ્પાઉન્ડમાં આ ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું