એમજી રોડ પર આવેલી હોટલ બાબામાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી ગેટમાંથી ધુમાડો નીકળતો જોઈ રોડ પર પસાર થતાં લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને ફોન કરી દીધો હતો નીગમની ગાડીઓએ હોટલમાં સૂઈ રહેલ લોકોને એનાઉન્સમેન્ટ કરીને જગાડ્યાં હતા થોડી જ વારમા આગે વિકરાળ રૂપ લેતાં હોટલમાં રહેલ લોકોએ છત પર જઈને નીચે કૂદકો લગાવ્યો હતો માહિતી પ્રમાણે હોટલની નીચે આવેલ કપડાંની દુકાનોમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી