વલસાડ એસટીના અધિકારીઓના નામે ફરતા વીડિયોને લઈને સમગ્ર એસટી વિભાગમાં ભારે ચર્ચા ચાલી રહી છે આ વીડિયો વાયરલ થતા જેતે અધિકારીઓના વિરોધીઓ ગેલમાં આવી ગયા છે ચાલું નોકરીએ દારૂની મહેફીલ માણી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે જોકે, આ મહેફીલ તેઓ ઓફિસમાં નહીં પણ કોઈ ઢાબા પર માણતા હોય તેવું લાગી રહ્યું છે આ વીડિયો ક્યારનો છે? તેની તપાસ હજુ થઈ નથી ગત રોજથી આ વીડિયો એસટી વર્તુળમાં ફરી રહ્યો છે જેને લઈને અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે આ વીડિયો સંદર્ભે એસટી નિગમના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવા તાત્કાલિક આદેશ કરવામાં આવ્યો છે