અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો હતો જેમાં 20 દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસી મહિલાઓને માર માર્યો હતો બાળકીને માથામાં ધોકો મારતા તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ લોકોના ટોળે ટોળા મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માંગ કરી હતી જો કે મેઘાણીનગર પોલીસે પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે રજુઆત કરવા આવેલા લોકો પર સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો હજી સુધી એક પણ આરોપીની મેઘાણીનગર પોલીસ ધરપકડ કરી શકી નથી