સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને નવસારી અને વલસાડમાં હળો વરસાદ પણ પડ્યો છે જેને કારણે આકરી ગરમીમાં લોકોને આંશિક રાહત થઈ છે જોકે, વરસાદી માહોલના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે આકરી ગરમીને લઈને ત્રાહીમામ પોકરી ઉઠેલા લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું છે અને નવસારીના ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો જ્યારે વલસાડના પારડી અને આસપાસના વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે જેથી વતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે જોકે, કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં ઉદભવી છે