વીડિયો ડેસ્કઃ ઉનાળામાં આગ વરસાવતી ગરમીને લીધે લોકો ત્રાહિત થઈ ગયા છે આ કાળઝાળ ગરમીમાં લોકો છેલ્લાં ઘણાં દિવસોથી બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે છે આકરા ઉનાળામાં લોકોને રાહત મળે તે માટે કેટલાય લોકો સેવાના ઉદ્દેશથી પાણીની પરબ ચલાવતા હોય છે એવામાં અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત આપવા ‘છાશની પરબ’ ચલાવવામાં આવે છે શહેરના પ્રહલાદનગર નજીક આવેલાં 100 ફૂટ રોડ પર છાશની પરબ ચાલે છે
આ છાશની પરબ ચલાવતા ગોપી રેસ્ટોરાંના માલિક દિલીપ ઠાકરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ‘અહીં દરરોજ અંદાજે 2500થી વધુ લોકો છાશ પીવા માટે આવે છે’ આ ઉપરાંત છાશ વિતરણ કેન્દ્ર અંગે વધુ વાત કરતાં દિલીપભાઈએ કહ્યું કે, ‘2018નાં ઉનાળામાં એક યુવક પાણી પીવા માટે અમારા રેસ્ટોરાંમાં આવ્યો હતો આ જોઈ મને થયું કે, લોકોને પાણીથી બેસ્ટ ઓપ્શન શું આપી શકાય? ત્યાર બાદ મને છાશ વિતરણનો વિચાર આવ્યો અને આખરે તે જ વર્ષથી આ વિચાર અમલમાં મૂકી દીધો’