વડોદરાઃસૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે વડોદરા નજીક આવેલા જરોદ સ્થિત એનડીઆરએફની 6 બટાલિયનની 11 ટીમો સૌરાષ્ટ્ર અને કચ્છ જવા રવાના થઇ ગઇ છે 6 બટાલિયનના કમાન્ડન્ટ આરએસજુનના માર્ગદર્શન હેઠળ તમામ ટીમોને રવાના થઇ છે, તેમ ડેપ્યુટી કમાન્ડન્ટ અને પીઆરઓ રણવીરસિંહ મિશ્રાએ જણાવ્યું હતું