નિષ્ઠુર માતા બાળકીને કચરાપેટીમાં ફેંકીને ભાગી ગઈ, શોકિંગ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ

DivyaBhaskar 2019-06-11

Views 4.1K

સીસીટીવીમાં કેદ થયેલી આ મહિલા કચરાપેટીમાં કોઈ કચરો નાખવા માટે નહોતી આવી, પોતાના અન્ય સંતાન સાથે ટૂ-વ્હિલર લઈને એક ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી આ કચરાપેટીમાં તેણે ગ્રે કલરની બેગમાં જે ફેંક્યું તેમાં કચરો નહીં પણ એક નવજાત બાળકી હતી નિષ્ઠુર હૃદયની આ જનેતાએ બુધવારે તેના ઘરમાં જ આ બાળકીને જન્મ આપ્યો હતો બાળકીને જન્મેલી જોઈને આ મહિલા તરત જ તેને ત્યજી દેવા માટે નીકળી પડી હતી માસૂમને કચરાપેટીમાં નાખીને રવાના થઈ ગયેલી આ મહિલાના આવા કરતૂત પર ત્યાંથી પસાર થનારા લોકોનું પણ ધ્યાન નહોતું ગયું સદનસીબે ચાર કલાક બાદ ત્યાં કચરો કલેક્ટ કરવા આવનારે આ બાળકીને કચરાપેટીમાં જોઈને પોલીસને જાણ કરી હતી પોલીસે પણ બાળકીને દવાખાનામાં દાખલ કરીને તેની માતાને શોધવાની કવાયત હાથ ધરી હતી સીસીટીવીના આધારે પોલીસની પકડમાં આવેલી આ માતાએ તેનો ગુનો સ્વીકારતાં કહ્યું હતું કે તેના પતિ અન્ય સ્થળે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેમનો પગાર પણ સામાન્ય હોવાથી આર્થિક સ્થિતિ ખરાબ છે તેવામાં આ બાળકના જન્મથી તે વધુ આર્થિક સંકડામણનો સામનો કરવા માટે સમર્થ નહોતી જેથી તેણે આ બાળકીને ત્યજી દીધી હતી તેને એવી આશા હતી કે કોઈની નજર તેના પર પડતાં તેને બચાવીને તેનું ભરણપોષણ પણ કરશે સમૂત પ્રકાન શહેરની પોલીસે પણ બાદમાં માહિતી આપી હતી કે આ મહિલાની જ્યારે ધરપકડ કરી ત્યારે તે વધુ પડતા બ્લિડિંગના કારણે બિમાર હાલતમાં હતી વારાપોર્ન નામની આ મહિલા પરકેસ નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS