જામનગર:શહેરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર પોલીસના ત્રાસથી યુવાને દવા પી લીધી હોવાની ઘટના સામે આવી છે જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વિજય નાખવા નામના યુવાને પોલીસે અરજીના કામે બોલાવ્યો હતો આ પૂર્વે આ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી પોલીસ ચોકી બહાર જ માંકડ મારવાની દવા ગટગટાવી અને ફેસબૂક પર લાઇવ કર્યું હતું સમગ્ર ઘટનાને પગલે યુવકને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો