વડોદરા: નવી કોર્ટ સંકુલમાં આજે સવારે પુરઝડપે આવેલી એક કારે અન્ય કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર પલ્ટી જવાથી એક વકીલ અને તેઓના અસીલને ઇજા પહોંચી હતી વડોદરાના દિવાળીપુરામાં આવેલી નવીન કોર્ટમાં અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર વકીલ સાહબાઝ મલેકના જણાવ્યા અનુસાર તેઓના અસીલ સાથે કોર્ટનું કામ પતાવી બહાર તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક રોંગ સાઈડ પુરઝડપે આવેલી એક કારે તેઓની કારને જોરદાર ટક્કર મારી હતી કારની ટક્કરના કારણે સાહબાઝ મલેકની કાર પલ્ટી ગઇ હતી બનાવને પગલે ત્યાં હાજર વકીલો તથા લોકોમાં દોડધામ મચી હતી ત્યાં હાજર લોકોએ વકીલ સાહબાઝ મલેક તથા તેઓને અસીલને બહાર કાઢયા હતા આ અકસમાતમાં બંન્ને ઇજા પહોંચી હોવાની માહિતી મળી છે