અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે, જેને લઇને રાજ્ય સરકાર સતત ખડેપગે છે મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી કન્ટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી બેઠક પૂર્ણ થયા બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ કે, અત્યારસુધીમાં લગભગ પોણા ત્રણ લાખથી વધારે લોકોને આપણે સ્થળાંતર કર્યા છે આટલું સ્થળાંતર ભૂતકાળમાં ક્યારેયપણ કરવામાં આવ્યું નથી વાવાઝોડાને લઇને તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે 57 જેટલા તાલુકાઓમાં વાવાઝોડાની અસર છે સૂત્રાપાડા અને દીવમાં દરિયાના પાણી ધૂસ્યા છે વાવાઝોડાની દિશા બદલાઈ નથી, તેની તીવ્રતામાં ઘટાડો થયો નથી