સોશિયલ મીડિયા પર એક 45 સેકન્ડનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જે મધ્યપ્રદેશના ભીંડનો છે એક વોટ્સઅપ ગ્રૂપ પણ મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે તે અહીં જોવા મળ્યુ જૂની અદાવતનો બદલો લેવા યુવકે એક વોટ્સઅપ ગ્રૂપ બનાવ્યુ અને તેમાં દુશ્મન પરિવારને પણ એડ કર્યો જેનું નામ રાખ્યું AK-47, બાદમાં ગ્રૂપમાં ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જે બાદ સામેનો પક્ષ આક્રોશિત થઈ ગયો અને લાઠીઓ સાથે રોડ પર આવ્યો બાદમાં બંને પક્ષ વચ્ચે પથ્થરબાજી અને લાઠીમાર થયો, જેમાં ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા