દ્વારકા:દ્વારકા જગત મંદિરના શીખર પર દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે પરંતુ વાયુ વાવાઝોડાની અસરથી આજે પવનની ગતિ તેજ હોવાથી જગતમંદિરના શીખરની જગ્યાએ અડધી કાંઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે જગત મંદિર પર એકી સાથે બે ધ્વજા ફરકતી હોય તેવું પ્રથમ વખતની ઘટના છે વાયુ નામનું વાવાઝોડુ સમગ્ર ગુજરાતના દરિયાઇ કાંઠાને અસર કરનારૂ છે ત્યારે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર થયો છે આશરે પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકાની પવિત્ર ગોમતી નદી બેકાંઠે થઈ છે આજે ભીમ અગીયારસનો પવિત્ર તહેવાર હોય ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે આજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ગોમતીમાં સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવતા હોય છે