વડોદરા: વડોદરામાં મકાન ભાડે રાખીને વર્લ્ડ કપની પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે રમાયેલી મેચ ઉપર સટ્ટો રમાડતા 7 બુકીઓને વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે બુકીઓની બીએમડબલ્યુ કાર સહિત રૂપિયા 3337 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પીસીબી શાખાના પીએસઆઇ આરએચ સોલંકી અને એડી મહંતે બાતમીના આધારે સ્ટાફની મદદ લઇ સમા કેનાલ પાસે આવેલ 501, અર્થ એમ્બોસીયા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને 7 બુકીઓને સટ્ટો રમાડતા ઝડપી પાડ્યા હતા પોલીસે બુકીઓની બીએમડબલ્યુ કાર, 17 મોબાઇલ ફોન, એલસીડી ટીવી, લેપટોપ, રોકડ વિગેરે મળી કુલ રૂપિયા 33,37,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો