વડોદરા: વડોદરા શહેરના ગોત્રી-વાસણા રોડ પર આજે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે આવી પહોંચેલા લોક રક્ષક દળના જવાને કોઇપણ જાતની માહિતી મેળવ્યા વીના રિક્ષા ચાલકની તરફેણ કરીને બાઇકની ચાવી કાઢી લેતા મામલો ગરમાયો હતો અકસ્માત સર્જાતા જ ટોળેવળેલા લોકોએ પોલીસ જવાનની એક તરફી કામગીરી જોઇને પોલીસ જવાન સામે રોષ ઠાલવ્યો હતો જોતજોતામાં ટોળું વધી જતાં પોલીસ જવાનને પરસેવો છૂટી ગયો હતો