વડોદરા: રાત્રીના સમયે અંધારામાં ખાળકૂવાની સફાઇ કરવા માટે અંદર ઉતરવુ જોખમ ભરેલુ હોય છે તેમ છતાં ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી હોટલના માલિકે 7 મજૂરોને જીવના જોખમે ખાળકૂવામાં ઉતાર્યા હતા આ ઉપરાંત જેટીંગ મશીનથી ખાળકૂવાની સફાઇ કરાવવામાં આવે તો 5 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે અને મજૂરો 3 હજાર રૂપિયામાં ખાળકૂવો સાફ કરી આપે છે એટલે માત્ર 2 હજાર રૂપિયા બચાવવા માટે હોટલ માલિકે 7 લોકોની જિંદગી ખાળકૂવામાં હોમી દીધી હતી