આખરે જેની શક્યતા જોવાઈ રહી હતી એ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે અમિત શાહના સ્થાને વરિષ્ઠ નેતા જગતપ્રકાશ નડ્ડા (જેપીનડ્ડા)ને કાર્યકારી પદભાર સોંપવામાં આવ્યો છે સોમવારે મોડી સાંજે દિલ્હી ખાતે યોજાયેલ ભાજપ સંસદિય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અપ્રતિમ સફળતા મેળવીને પક્ષને બબ્બે વખત કેન્દ્રની સત્તા અપાવનાર અને અનેક રાજ્યોમાં સૌ પ્રથમ વખત ભાજપની સરકાર બનાવવામાં સફળ નીવડેલા અમિત શાહે લોકસભા માટે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ત્યારથી જ આ સવાલ પૂછાઈ રહ્યો હતોઃ શું અમિત શાહ સરકારમાં જોડાયા પછી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષપદ છોડશે? સોમવારે સાંજે તેનો જવાબ મળી ગયો છે ભાજપ સંસદિય બોર્ડની બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ગૃહમંત્રી જેવી મોટી જવાબદારી પર એકાગ્રતા જાળવવા માટે અમિત શાહે પોતે જ અન્યને પક્ષનું અધ્યક્ષપદ સોંપવા આગ્રહ કર્યો હતો તેમના આગ્રહને માન આપીને પક્ષના સંસદિય બોર્ડે જગતપ્રકાશ નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે