સુરતઃગત રોજથી અઠવાલાઈન્સ ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ફી વધારાનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે વાલીઓ દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે વાલીઓ સ્કૂલ બહાર એકઠાં થયા હતા અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન જવા માટે હાથ જોડીને અપીલ કરી હતીસેવન્થ ડે સ્કૂલમાં ફીમાં 5થી 8 હજાર જેટલો વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે ગત રોજથી શરૂ થયેલો વિરોધ આજે પણ યથાવત રહ્યો છે આજે મોટી સંખ્યામાં વાલીઓને જાગૃત કરવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન જવા માટે હાથ જોડી અપીલ કરવામાં આવી હતી મોટાભાગના વાલીઓ આ અભિયાનમાં જોડાતા સ્કૂલ તંત્ર એલર્ટ થઈ ગયું છે