રાજકોટ:ગઇકાલે અમદાવાદમાં 22 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી ગયા હતા જેમાં એકને ગંભીર ઇજા પહોંચી હતી આ બનાવના પગલે રાજકોટમાં DivyaBhaskar દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું ગંભીર ઘટના બની છતાં રાજકોટમાં સ્કૂલ સંચાલકો, વાન સંચાલકો અને આરટીઓની બેદરકારી નજરે પડી હતી તેમજ નિયોમોની ઐસીતૈસી જોવા મળી હતી એક વાનમાંથી 12થી 20 નાના-મોટા વિદ્યાર્થીઓ ઉતરતા નજરે પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા