અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાનમાં મોડી રાત્રે ધૂસીને યુવકે હોલમાં સુતેલી મહિલાની છેડતી કરી હતી છેડતી કર્યા બાદ યુવકે મહિલાની સામે જ હસ્તમૈથુન પણ કર્યું હતું 14 જૂને બનેલી આ ઘટનાના સીસીટીવી બહાર આવ્યા બાદ મહિલા આયોગ હરકતમાં આવ્યું છે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે પોલીસે પણ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી છે અને સીસીટીવીના આધારે વિકૃત યુવકની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે