રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાનું આજે બુધવારે સવારે 11 કલાકે જનરલ બોર્ડ મળ્યું છે જેમાં છ માસ બાદ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થઇ રહી છે હાઇકોર્ટનો નિર્ણય હોવા છતા પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશને લઇને રાજકોટ મતદાર એકતા મંચના કાર્યકર્તાઓએ બેનરો સાથે વિરોધ કર્યો હતો બેનરોમાં લખવામાં આવ્યું હતું કે, પબ્લીક ગેલેરીમાં પબ્લીકને જ પ્રવેશ શા માટે નહીં?, સત્તાનો પાવર તંત્રનો જુલમ પ્રજા ક્યાં જાય?, ગૃહ શું ચાલે છે આવ ભાઇ હરખા આપણે બેય સરખા પ્રશ્નોતરી શરૂ થતા જ કોંગ્રેસે પેપરના કટિંગ બતાવી વિરોધ કર્યો હતો પ્રજાના પ્રશ્નો નેવે મુકી ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબાળો મચી ગયો હતો કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્ટેજ પરથી માઇક ઉંચકી લઇ હોબાળો મચાવ્યો હતો