કેમરા ક્રિકેટ અને કિસ્સામાં આજે અમે ભારત-પાકિસ્તાન સાથે જોડાયેલી એ ઘટના વિશે વાત કરીશું જેમાં હરભજનસિંહ ગુસ્સામાં ચપ્પુ લઈને મોહમ્મદ યુસુફને મારવા માટે ધસી ગયો હતો આ ઘટના છે વર્લ્ડકપ 2003ની સાઉથ આફ્રીકામાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી સચિનની શાનદાર ઈનીંગને લીધે ભારતે પાકિસ્તાનને હરાવી દીધું આ મેચમાં ભજ્જીને પ્લેઈંગ ઈલેવન માટે પસંદ નહોતો કરવામાં આવ્યો તેમની જગ્યાએ અનિલ કુંબલે રમી રહ્યા હતા એ દરમ્યાન ટીમ સાથે લંચ ટેબલ પર ભજ્જી બેઠા હતા, યૂસુફ અને શોએબ અખ્તર બીજા ટેબલ પર બેઠા હતા ભજ્જી સાથે યુસુફની પંજાબીમાં હળવી મજાક-મસ્તી ચાલી રહી હતી ત્યારે અચાનક યુસુફે ભજ્જી પર પર્સનલ ટિપ્પણી કરી દીધી અને ધર્મ વિશે પણ કંઈક બોલ્યો જેના પર હરભજનસિંહે યૂસુફને પહેલાં તો સખ્ત ભાષામાં જવાબ આપ્યો અને ત્યારબાદ હાથમાં છરી કાંટા લઈને યુસૂફ અને ભજ્જી એકબીજાને મારવા માટે ઊભા થઈ ગયા પછી સિનીયર ખેલાડીઓએ બંન્નેને રોક્યા અને સમજાવ્યા