ગૃહમંત્રી બન્યા પછી જમ્મુ-કાશ્મીરની પહેલી મુલાકાતે પહોંચેલા અમિત શાહે ગુરુવારે શહીદ એસએચઓ અરશદ ખાનના પરિવાર સાથે મુલાકાત કરી હતી ખાન 12 જૂને અનંતનાગમાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયા હતા શાહે કહ્યું હતું કે, અરશદ ખાનની વીરતા અને સાહસ પર સમગ્ર દેશને ગર્વ છે શાહ બે દિવસની કાશ્મીર મુલાકાતે ગયા છે તેઓ બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા