અમદાવાદ: ભગવાન જગન્નાથ આજે મામાના ઘરેથી મંદિરે પરત ફર્યા હતા મંદિરે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાનને આંખો આવી હોવાથી તેઓને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી આજે મંદિરે વિશેષ પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું રાજ્યપાલ ઓપી કોહલીએ આજે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા મેયર બીજલ પટેલે પણ ભગવાનના દર્શન કરી શહેરની શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી હતી દર વર્ષની જેમ રથયાત્રા કોર્પોરેશન આવશે ત્યારે રથ અને મહંત દિલીપદાસજીનું સ્વાગત કરવામાં આવશે