સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે 10થી 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં અને વરાછામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદના પગલે વરાછા,કતારગામ, પાલનપુર પાટીયા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા