કાર સાથે અથડાઈને ગુલાંટ મારીને સીધો પગના ટેકે ઊભો થઈ ગયો

DivyaBhaskar 2019-07-04

Views 2.1K

ચીનની સડકો પર સર્જાયેલો એક અજીબોગરીબ અકસ્માત અને પછી તરત જ અકસ્માતનો ભોગ બનેલા બાઈકસવારનો આબાદ બચાવ ડેશકેમમાં કેદ થયો હતો જે જોઈને યૂઝર્સે પણ તેના નસીબને જ દાદ આપી હતી વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઈકસવાર તેની સામે આવી રહેલી કાર સાથે અથડાતાં જ તે સીધો જ તેની છત પર ગુલાંટ ખાઈ જાય છે કાર ઉપરથી ગડથોલિયું ખાઈને નીચે પડતી વખતે તે સીધો જ પોતાના પગ પર ઊભો રહી જાય છે આ આખી ઘટના ચીનના સેન્મિંગ શહેરના ડોંગ જીન- 6 હાઈવે પર સર્જાઈ હતી આ અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નહોતી જો કે આ દૃશ્ય જોઈને એટલું તો કહી શકાય કે જો બાઈકસવારે સ્ફૂર્તી ના બતાવી હોત તો કદાચ અલગ જ પરિણામ આવી શકતું હતું જો કે કોઈ ચમત્કારે જ તેનો આબાદ બચાવ કર્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS