મુંબઈમાં વરસેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનતા જ નહીં પણ અબોલ જીવો પણ ફસાયા હતા ભારે વરસાદ અને પૂરને કારણે ઠેરઠેર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી તો સાથે જ શહેરમાં ફરી રહેલા પાણીને કારણે શ્વાનોની હાલત પણ કફોડી થઈ હતી એક તરફ જ્યાં લોકોને મદદકરવા માટે નેવીની મદદ લેવી પડી હતી તેવામાં પાણીમાં ફસાયેલા એક શ્વાનને બે પોલીસકર્મીઓએ બચાવીને લોકોની વાહવાહી મેળવી હતીમુંબઈ પોલીસના ટ્વિટર અકાઉન્ટ પર અપલોડ કરાયેલા આ વીડિયોની વિગતો પ્રમાણે પ્રકાશ પવાર અને તેમના સાથીએ પાણીમાં તરીને રોડના કિનારેપહોંચવા વલખાં મારતા આ શ્વાને પકડીને સહીસલામત સ્થળે છોડી મૂક્યો હતો યૂઝર્સે પણ માનવતાની મિસાલ કાયમ કરતો આ ઈમોશનલ
વીડિયો જોઈને આ પોલીસકર્મીઓના વખાણ કર્યા હતા જોતજોતામાં એક જ દિવસમાં આ વીડિયોને 4000 કરતાં પણ વધુ લોકોએ રિટ્વીટ કર્યોહતો તો સાથે 3 લાખથી વધુ લોકોએ જોયો હતો યૂઝર્સે પણ કહ્યું હતું કે પોલીસે સામાન્ય નાગરિકોને તો મદદકરી હતી પણ સાથે જ આવા અબોલજીવોને આ રીતે બચાવીને માણસાઈના દર્શન કરાવ્યા હતા