કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે દેશમાં થઈ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓને લઈને ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓને દોષી ગણાવ્યાં છે દિગ્વિજયે રવિવારે ઈન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનું ઉદાહણ આપતાં કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો લિંચિંગ માટે ઉશ્કેરે છે, તેથી આવી ઘટનાઓ વધી રહી છે આ ઉપરાંત અભિનેત્રી શબાના આઝમીએ ઈન્દોરના એક કાર્યક્રમમાં કહ્યું કે સરાકર વિરૂદ્ધ બોલવાથી તમને એન્ટી નેશનલ કહેવામાં આવે છે પરંતુ આપણે ડરવું ન જોઈએ
દિગ્વિજયે કહ્યું, "દેશમાં મોબ લિંચિંગના બે કારણો છે પહેલું એ કે લોકોને યોગ્ય સમયે ન્યાય નથી મળતો તેથી લોકોની અંદર રોષ છે બીજી બાજુ ભાજપ અન આરએસએસ છે જેના કાર્યકર્તા લોકોને મોબ લિંચિંગ માટે ઉશ્કેરે છે આકાશ વિજયવર્ગીયએ કહ્યું હતું અમે પહેલાં આવેદન, નિવેદન અને પછી દનાદન કરીએ છીએ મોબ લિંચિંગ આ માનસિકતાનું જ પરિણામ છે"