લોકગાયિકા ગીતા રબારીએ મોદી માટે ગાયું ગીત, દિલ્હીમાં કરી શુભેચ્છા મુલાકાત

DivyaBhaskar 2019-07-08

Views 14

લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત "રોણા શહેરમાં રે" ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે આ ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં ધૂમ મચાવી છે 20 મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતની ગીતા રબારીના ગીતને દેશ-વિદેશમાં ખૂબ લોકચાહના સાથે એક માત્ર આ ગીતને 25 કરોડથી પણ વધુ વ્યૂઝ મળેલા છે આ ગીતા રબારીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ગીતા રબારીએ પોતાના પ્રખ્યાત ગીત 'રોણા શહેરમાં' ગીત વડાપ્રધાન મોદીને પણ સંભળાવ્યું ગીતાએ કહ્યું કે હું પોતે ગીત લખું છું અને મોદીજી માટે 2017માં મેં ગીત લખ્યું હતું ગીતાએ ગીત ગાતા કહ્યું કે અમે રાજી મોદીજી તારા રાજમાં રેસહું સહેમત તમારી વાતમાં રે, પછી વટ પડે છે આ વર્લ્ડ માં રે, વટ પડે છે ગુજરાતમાં રે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS